યુ વિન કાર્ડ યોજના શું છે અને તેના લાભ કયા કયા છે|UWIN Card Yojana

आगे शेयर जरूर करना

uwin card yojana । uwin carduwin card registrationuwin card apply

UWIN Card Yojana in Gujarat : કેન્દ્રીય સરકાર દ્વારા અવનવી યોજનાઓ બહાર પાડવામાં માં આવે છે તેમાંથી કેટલીક યોજના નાગરિકો ની સુખાકારી માટે હોય છે અને આ પ્રમાણે ગુજરાત સરકાર પણ ગુજરાત માં વસતા લોકો માટે વિવિધ વિભાગો માં Sarkari Yojana બહાર પાડતી હોય છે આજે આ લેખ માં અમે તમને ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા સંચાલિત UWIN Card Yojana વિષે જણાવીશું

યુ વીન કાર્ડ યોજના શું છે?

યુવીન યોજના કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી એક સરકારી યોજના છે જેનું પૂરું નામ થાય છે Unorganized Worker’s Identification Number અને એનો ગુજરાતી માં અર્થ થાય છે અસંગઠિત કામદારનો ઓળખ નંબર અને દેશમાં અસંગઠિત કામદારો 90% થી વધુ વિવિધ કાર્યક્ષેત્રો સાથે જોડાયેલા છે. હાલમાં આવા અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા કામદારોનો રાષ્ટ્રીય કોઈ માહિતી કે ડેટા ઉપલબ્ધ નથી. જેથી આવા કામદારોને સામાજિક સુરક્ષા અધિનિયમ 2008 દ્વારા સામાજિક સુરક્ષા નંબર એટલે અસંગઠિત કામદાર ઓળખ નંબર (UWIN) આપવામાં આવે છે.

યોજના નું નામયુ વીન કાર્ડ
કોણે લોન્ચ કરી ગુજરાત સરકાર
લાભાર્થી રાજ્ય માં વસતા ગરીબ કામદારો
હેતુ અસંગઠિત કામદારોને પૂરી પાડવામાં આવતી સામાજિક સુરક્ષા સેવાઓને સક્ષમ કરવા માટે એક મંચ ઉભો કરવો
Official Websitehttps://gujaratuwin.csccloud.in/

UWIN Card Gujarat

ગુજરાત સરકાર અને Labour & Employment Department દ્વારા અનેક ક્ષેત્ર માં ફેરિયા, ખેતશ્રમિક, પાથરણાવાળા કામદારો માટે UWIN Card Yojana ચાલુ કરવામાં આવી છે આ કાર્ડ વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવામાં સહાયતા કરશે. તથા UWIN CSC એ કામદારોને ઓળખના પુરાવા તરીકે યુનિક નંબર સાથે આપવામાં આવે છે.

UWIN કાર્ડનો મુખ્ય હેતુ

અસંગઠિત ક્ષેત્રના કામદારોને ઓળખ નંબર આપવાની UWIN કાર્ડ પહેલના મુખ્ય ઉદ્દેશો છે:-

 • અસંગઠિત કામદારો માટે એકીકૃત ડેટાબેઝની રચના, અસંગઠિત કામદારોને પૂરી પાડવામાં આવતી સામાજિક સુરક્ષા સેવાઓને સક્ષમ કરવા માટે એક મંચ તરીકે કામ કરે છે.
 • આ યોજનાની મદદથી ભેગા થયેલા ડેટામાંથી અસંગઠિત કામદારોની ઓળખ, તેઓ નોંધણી થયા પછી, દરેક નોંધાયેલા કામદારને એક અનન્ય UWIN (અસંગઠિત કામદાર ઓળખ નંબર) સોંપીને અન્ય યોજના નો લાભ સીધો મેળવી શકાશે
 • કાર્ડમાં સિંગલ ફેમિલી અને કનેક્ટેડ ફેમિલીની કલ્પના દ્વારા કુટુંબની વિગતો અને યોજના દ્વારા કુટુંબ આધારિત લાભોનું વિતરણ સરળ બનાવવા માટે તમામ પ્રકારની રિલેશનશિપ લિંકનો સમાવેશ થશે.
 uwin card registration,
uwin card

મફત સિલાઈ મશીન યોજના 2021

UWIN Card માટે શું જરૂરી છે?

જો તમે પણ UWIN Card યોજના નો લાભ લેવા માંગતા હોય તો નીચે આપેલી સરતો ને ધ્યાન માં રાખવી

 • લાભાર્થીની ઉંમર 18 થી 60 હોવી જોઈએ.
 • જે શ્રમિકોને પ્રોવિડંડ ફંડ કપાતો ન હોય
 • આ યોજનાનો લાભ લેવા માટે અસંગઠિત કામદાર હોવો જોઈએ.
 • BPL કાર્ડ ધરવતા હોય કે ન ધરાવતા હોય તેવા શ્રમિક
 • સંગઠિત ક્ષેત્રમાં કાર્યરત ન હોવો જોઈએ. (EPFO/ESIC/NPS)
 • બચત ખાતુ અથવા જનધન એકાઉન્ટ ધરાવતા હોવા જોઈએ.
 • આધારકાર્ડ ધરાવતા હોવા જોઈએ.
 • લાભાર્થીની વાર્ષિક રૂ. 1,20,000/- થી ઓછી આવક ધરાવતા હોય એમને મળવાપાત્ર છે.

UWIN Card માં ક્યાં ક્યાં લાભ મળવા પાત્ર છે?

UWIN card benefits ઘણા પ્રકારના મળે છે. આ પ્રકારનું કાર્ડ ધરાવતા કામદારોને નીચે મુજબની કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે છે.

શિક્ષણ સહાયUWIN CSC Gujarat કાર્ડ ધરાવતા શ્રમયોગીઓના બાળકો માટે વિનામૂલ્યે રહેવા-જમવાથી સુવિધા સાથેની હોસ્ટેલ, પ્રાથમિક થી ઉચ્ચશિક્ષણ માટે વિશેષ રહેવા-જમવાની સુવિધા મળવાપાત્ર થશે.
તાલીમઆ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને કામગીરીમાં નિપૂણતા મેળવવા માટે સવેતન તાલીમ આપવામાં આવશે.
બાંધકામ શ્રમયોગીઓ માટેલાભાર્થીઓને વ્યસાયિક રોગોમાં રૂ. 3(ત્રણ) લાખ સુધી સારવાર મળવાપાત્ર થશે. સંપૂર્ણ અશક્તતા માટે પ્રતિમાસ રૂ.3000/- મળશે અને અંશત:અશક્તતા માટે રૂ.1500/- ની સહાય મળવાપાત્ર થશે.
ગંભીર બિમારીમાં સહાયUWIN CSC કાર્ડ ધરાવતા શ્રમયોગીઓને અને તેઓના પરિવારના સભ્યોની ગંભીર બિમારીની સારવારમાં રૂ.2 લાખ સુધી અને ખેત શ્રમયોગીઓને ગંભીએ રોગોમાં (હદય રોગ,કિડની,કેન્‍સર, એઈડસ જેવા જીવલેણ રોગ) રૂ.3 લાખની સુધી સારવાર મળવાપાત્ર થશે.
અકસ્માત સહાયલાભાર્થીઓને અકસ્માતથી થતાં અવસાનના કિસ્સામાં રૂ.1 લાખ અને અકસ્માતથી અપંગતાના કિસ્સામાં રૂ. 50,000/- (પચાસ હજાર ) મળવાપાત્ર થશે.
કાનુની સહાયલાભાર્થીઓને અકસ્માત વળતરના કોર્ટ કેસ લડવા માટે રૂ.50,000/- (પચાસ હજાર) અને અન્ય કોર્ટ કેસ માટે રૂ. 25,000/- સુધી સહાય મળશે.

UWIN Card માટે જરૂરી દસ્તાવેજો

જો તમે આ યોજના માટે યોગ્ય માપદંડ ધરાવતા હોય તો આપે આ યોજના માટે અરજી સમય જરૂરી દસ્તાવેજ આપવાના રહશે જે નીચે દર્શાવેલ છે

 • આધારકાર્ડ
 • બેંક એકાઉન્‍ટની નકલ
 • આધારકાર્ડ થી જોડાયેલ મોબાઈલ નંબર
 • રેશનકાર્ડ ની નકલ
 • આવક નો દાખલો

યુ-વિન કાર્ડનો લાભ કોણ કોણ મેળવી શકે છે?

આ યોજના નો લાભ નીચે દર્શાવેલી યાદી ના કામદારો મેળવી શકે છે

1.ખેતશ્રમિક17. ક્લીનર- ડ્રાઇવર
2. કડીયાકામ, ઈંટો ગોઠવી18. ગૃહ ઉદ્યોગ
3. સુથાર, મિસ્ત્રી19. લુહાર
4. લાકડું અથવા પથ્થર બાંધનાર કે ઊંચકનાર20.વાળંદ
5. વાયરમેન21. બ્યુટી પાર્લર વર્કર
6. વેલ્ડરમેન 22. કુંભાર
7. ઇલેક્ટ્રિશિયન23. કર્મકાંડ
8. પ્લમ્બર24. માછીમાર
9. હમાલ25. કલરકામ
10. મોચી25. આગરીયા સફાઈ
11. દરજી26 . કુલીઓ
12. માળી27. માનદવેતન મેળવનાર
13. બીડી કામદારો28. રિક્ષા ચાલક
14. ફેરીયા29. પાથરણાવાળા
15. રસોઈયા30. ઘરેલું કામદારો અથવા કામ કરતા ભાઈઓ-બહેનો
16. અગરિયા31. રત્ન કલાકારો

યુ-વિન કાર્ડ માટે અરજી કરી રીતે કરવી?

uwin card online registration માટે નીચે આપેલા Step ને Follow કરો

Step-1 : સૌથી પહેલા આપણે આપણા નજીક ના CSC સેન્ટર માં જવાનું રહશે

Step-2 : ત્યાં આપે CSC સેન્ટર ના અધિકારી સામે નોંધણી માટે જરૂરી દસ્તાવેજો તરીકે આધારાકાર્ડ, બેંક એકાઉન્‍ટની તથા મોબાઈલ નંબર અને રેશનકાર્ડની નકલ આપવાની રહેશે. 

Step-3 : જો લાભાર્થી BPL કાર્ડ ન ધરાવતા હોય તો તેવા શ્રમયોગીઓને આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

Step-4: ત્યાર બાદ CSC સેન્ટર દ્વારા તમારું uwin card online Registration માટે ઓનલાઈને ફોર્મ ભરવા માં આવશે ત્યાર બાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરશે ત્યાર બાદ તમારા મોબીલે નંબર પાર એક OTP આવશે જે અધિકારી સામે રજુ કરવાનો રહશે

Step-5: OTP નાખ્યા બાદ લાભાર્થી ની ફિંગર પ્રિન્ટ અપલોડ કરવાના રહશે ત્યાર બાદ લાભાર્થી uwin card online Registration સફળતાપૂર્વક થઇ જશે

Step-6: બાદ UWIN Card ની પ્રિન્ટ તમને CSC સેન્ટર થી મળી જશે

Contact Number

UWIN card Toll free helpline number : 1800 121 3468

FAQ –UWIN Card

યુ વીન કાર્ડ શું કામ આવે છે ?

અસંગઠિત કામદારોની ઓળખ નંબર અથવા UWIN એ એક અનન્ય નંબર છે જે ગુજરાત રાજ્યમાં અસંગઠિત કામદારોને ઓળખના પુરાવા તરીકે આપવામાં આવે છે.

આ યોજના નો લાભ કેટલા વર્ષ ના લોકો લઇ શકે છે ?

આ યોજના નો લાભ 18-60 વર્ષ ના મહિલા/પુરુષ લઇ શકે છે .

યુ-વીન કાર્ડ કેવી રીતે કઢાવી શકાય?

નજીકના CSC સેન્‍ટર ખાતે uwin card online registration કરવાનું રહેશે.


आगे शेयर जरूर करना

3 thoughts on “યુ વિન કાર્ડ યોજના શું છે અને તેના લાભ કયા કયા છે|UWIN Card Yojana”

Leave a Comment