NTSE Scholarship Gujarat 2021-22 – Application Form, Exam Date, Admit Card, Result

आगे शेयर जरूर करना

NTSE Gujarat | NTSE gujarat 2019 result | NTSE exam gujarat | NTSE 2020 gujarat | NTSE gujarat papers

NTSE Gujarat: નમસ્કાર દોસ્તો આજે આપણે વાત કરીશુ NTSE Scholarship Gujarat 2021-22 વિષે આજે આ લેખ મેં આપણે NTSE exam gujarat વિષે પુરી માહિતી મેળવવા ના છીએ તો આ લેખ પૂરો વાંચજો

NTSE Gujarat Latest News

ગુજરાત માટે State Examination Board – Gandhinagar દ્વારા NTSE Exam ના ફોર્મ ભરવાની તારીખ લંબાવામાં આવી છે આ બાબત ને SEB દ્વારા NTSE ની ઓફિશ્યિલ વેબસાઈટ પર એક પરિપત્ર રજૂ કરવામાં આવ્યું હતું પરિપત્ર માં જણાવ્યા મુજબ જે NTSE Exam ની ઓનલાઈને અરજી સ્વીકારવા ની તારીખ 29/09/2021 થી 22/10/2021 સુધી નો હતો તેને લંબાવીને 30/10/2021 સુધી નો કરવામાં માં આવ્યો છે જેની નોંધ લેવી

NTSE Gujarat

NTSE Gujarat દ્વારા ઓનલાઈન શિષ્યવૃત્તિ માટે ની અરજી ભરવાની ચાલુ થઇ ગઈ છે ગુજરાત રાજ્યમાં એસએસસીમાં પ્રવેશ મેળવવા માંગતા અરજદારોએ સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એસસીઈઆરટી) દ્વારા લેવાયેલી પ્રવેશ પરીક્ષામાં હાજર રહેવું જરૂરી છે.

NTSE gujarat
NTSE gujarat

અરજદારોના સંદર્ભ માટે, પ્રવેશ પરીક્ષા સંબંધિત તમામ માહિતી અને સૂચના યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ પર અપડેટ કરવામાં આવશે. પ્રવેશ પરીક્ષાને NTSE (રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા) કહેવામાં આવે છે.

આ પણ વાંચો: ઓનલાઈન રેશન કાર્ડ માં નામ કઈ રીતે ઉમેરવું

NTSE Exam Gujarat

ચાલુ વર્ષ માં રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત દ્વારા ધોરણ-10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે NCERT(રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ) દિલ્હી અંતર્ગત NTSE Exam લેવાની છે જેની પ્રથમ તબક્કા ની પરીક્ષા 16/01/2022, રવિવાર ના રોજ યોજવામાં આવશે

જાહેરાત 17/09/2021 ના રોજ
આવેદન કઈ રીતે કરવું ઓનલાઈન
પરીક્ષા ઓફલાઈન
અરજી કરવાનો સમયગાળો 29/09/2021 થી 30/10/2021 સુધી
શાળા દ્વારા ભરવામાં આવે આવેદનપત્ર DEO કચેરી માં જમા કરાવવા નો સમયગાળો 03/11/2021
પરીક્ષાની તારીખ 16/01/2022

ઓનલાઈન આવેદનપત્ર ભરવાની છેલ્લી તારીખ

NTSE Exam માટે આવેદનપત્ર NTSE Gujarat ની ઓફિશ્યિલ વેબસાઈટ પર તારીખ 30/10/2021 સુધી ઓનલાઈન ભરવાનનું રહશે

શિષ્યવૃત્તિ માટે મળવાપાત્ર રકમ અને તેના નિયમ

NTSE Exam પ્રથમ તબક્કા ની પરીક્ષા ના પરિણામ ને આધારે મેરીટ નક્કી કરવામાં આવશે ત્યાર બાદ બીજા તબક્કા ની યાદી તૈયાર કરવામાં આવશે અને બીજા તબક્કા ની પરીક્ષા NCERT(રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ) દિલ્હી, અંતર્ગત લેવામાં આવશે અને આ પરીક્ષા માં પાસ થયા બાદ વિદ્યાર્થીઓ ને શિષ્યવૃતિ મળવાપાત્ર રહશે

મળવાપાત્ર શિષ્યવૃતિ

જો કોઈ પણ વિદ્યાર્થી આ પરીક્ષા પાસ કરશે તો તેને નીચે મુજબ શિષ્યવૃતિ મળવાપાત્ર રહશે

નિયમ મળવાપાત્ર શિષ્યવૃતિ
ધોરણ-11 અને ધોરણ-12 માં વાર્ષિક 15000/- રૂ શિષ્યવૃતિ મળશે 30000/- રૂ
ગ્રેજયુએશન અને પોસ્ટ ગ્રેજયુએશન ના અભ્યાસ માટે વાર્ષિક 24000/- રૂ શિષ્યવૃતિ મળશે 1,20,000/- (3 વર્ષ કોલેજ અને 2 વર્ષ પોસ્ટ ગ્રેજયુએશન ) (24000*5)
Ph.D અભ્યાસ માટે યુજીસી ના નિયમ અનુસાર શિષ્યવૃતિ મળશે 24000/- (વાર્ષિક)

અરજી કરવા માટે ની લાયકાત

જે વિદ્યાર્થી ચાલુ વર્ષમાં ધોરણ-10 માં અભ્યાસ કરતો હશે કે કરતી હશે તે વિદ્યાર્થી આ Exam માટે આવેદનપત્ર પરી શકે છે. પરંતુ આમ પણ યાદ રાખવું કે ધોરણ-10 નો અભ્યાસ સરકાર માન્ય અને ગુજરાત બોર્ડ ની શાળા હોવી જોઈએ જેમાં સરકારી શાળા, ગ્રાન્ટેડ શાળા, ખાનગી શાળા, લોકલ બોડી શાળા અથવા કોઈપણ શાળા માં અભ્યાસ કરતો વિદ્યાર્થી NTSE Gujarat ની પરીક્ષા આપી શકશે

જે વિદ્યાર્થી ઓપન લર્નિંગ ડિસ્ટેન્સ માં અભ્યાસ કરતો હોય તેવા 1/07/2021 ના રોજ 18 વર્ષ થી ઓછી ઉમર ના તથા નોકરી ના કરતા હોય અને પ્રથમ વખત ધોરણ-10 માં પ્રવેશ મેળવ્યો હોય તેવા વિદ્યાર્થી પણ આ પરીક્ષા આપી શકશે

વિદેશ માં અભ્યાસ કરતા ધોરણ-10 ના વિદ્યાર્થી (જે ભારત ના છે તે) તેવો બીજા તબક્કા ની પરીક્ષા માટે ઉમેદવારી કરી શકશે/ . તે માટે તેવો એ NCERT ની વેબસાઈટ પર 30/01/2022 સુધી માં પ્રસિદ્ધ થનાર આવેદનપત્ર ને 28/02/2022 સુધી માં ભરવાનું રહશે

આવક મર્યાદા

NCERT(રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ) દિલ્હી દ્વારા નક્કી કર્યા મુજબ આવક મર્યાદા ને આ પરીક્ષા માટે ધ્યાન માં લેવા માં આવશે નહિ .જે વિદ્યાર્થી આ પરીક્ષા પાસ કરશે તે વિધાર્થી ને પુરે પુરી શિષ્યવૃતિ મળશે

આ પણ વાંચો: ગુજરાત માં ચાલતી બધી યોજના ની લિસ્ટ

પરીક્ષા ફી

જનરલ કેટેગરી ના વિદ્યાર્થી ઓ માટે પરીક્ષા ફી 70/- રૂ રહશે
Ph, OBC, SE અને ST કેટેગરી ના વિદ્યાર્થીઓ ને પરીક્ષા ફી 50/- રૂ ભરવાની રહશે
સર્વિસ ચાર્જ અલગ થી ભાવનો રહશે
કોઈ પણ સંજોગ માં ભરેલી ફી પરત મળશે નહિ

ધ્યાન રાખજો : પરીક્ષા ફી ઓનલાઇન ભરવાની રહશે જેમાં તમે ATM Card / NET Banking થી ભરી શકો છો

પ્રશ્નપત્ર નું માળખું

કસોટી નો પ્રકાર પ્રશ્ન ગુણ સમય
બૌદ્ધિક કસોટી (MAT)100100 120મિનિટ (2 કલાક)
શૈક્ષણિક કસોટી
(ગણિત-20, વિજ્ઞાન-40, સા વી-40 ગુણ)
100100 120મિનિટ (2 કલાક)

પરીક્ષા લગતા ધ્યાન માં રાખવા જેવી બાબત

  • પરીક્ષા નું માધ્યમ અંગ્રેજી તથા ગુજરાતી માં રહશે. વિદ્યાર્થી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમ નું પ્રશ્નપત્ર આપવા માં આવશે
  • આ પરીક્ષા વૈકલ્પિક હશે
  • દરેક પ્રશ્ન એક ગુણ રહશે
  • આ પરીક્ષા માં મૂલ્યાંકન માં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહશે નહિ
  • અંધ વિદ્યાર્થી ઓ ને બંને વિભાગ માં 30-30 મિનિટ નો વધારા નો સમય આપવા માં આવશે
  • આ પરીક્ષા જિલ્લા કક્ષા એ યોજવામાં આવશે

ઓનલાઈન અરજી કરવાની રીત

આ પરીક્ષા માટે ઓનલાઇન અરજી તમે 30/10/2021 ના રોજ રાત્રે 23:59 સુધી માં કરી શકો છો. અરજી કરવા માટે નીચે આપેલા સ્ટેપ ને ફોલ્લૉ કરો

  • સૌથી પહેલા તમારે NTSC GUJARAT ની વેબસાઈટ પાર જવાનું રહશે
  • બાદ માં Apply Online પર ક્લિક કરવાનું રહશે પછી Apply બટન પર ક્લિક કરો
  • પછી તમારી સામે Application Form ખુલશે
  • પછી શાળા ની વિગતો માટે DISE Number નાખવાનો રહશે અને Save બટન પર ક્લિક કરો
  • પછી તમારો શાળા નો Data Save થઇ જશે અને તમારો Application Number Generate થશે . જે સાચવી ને રાખવાનો રહશે
  • હવે તમારે Upload Photograph પર જઈને તમારો Application Number નાખો અને તમારી Birth Date નાખવાની રહશે. ત્યાર બાદ તમારે Submit પાર ક્લિક કરવાનું રહશે
  • ત્યાર બાદ તમારો Photo અને Signature Upload કરવાનો રહશે
  • ત્યાર બાદ જાતિ ના પ્રમાણપત્ર ની વિગત ભરવાની રહશે જેમાં જેમાં પ્રમાણપત્ર નંબર, તારીખ અને તેની એક કોપી Upload કરવાની રહશે
  • બધી માહિતી ભર્યા બાદ અરજી ને એક વાર જરૂર તપાસી લો કારણ કે સબમિટ થયા પછી તેમાં કોઈ પણ પ્રકાર ના સુધારા વધારા થશે નહિ
  • હવે Conform પર ક્લિક કરો તમારી અરજી સફળતા પૂર્વક સબમિટ થઇ જશે
  • હવે તમારે print Application/Fee Callan પર ક્લિક કરી તમારો Application Number નાખો પછી તમારી Birth Date નાખો અને સબમિટ કરો
  • ત્યાર બાદ તમારે અરજીપત્ર ની પ્રિન્ટ કઢાવી લેવી
  • બાદ માં ઓનલાઇન પેમેન્ટ કરી challan ની પ્રિન્ટ સાચવી ને રાખવી

ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ જરૂરી ડોક્યુમેન્ટ જોડવા જરૂરી છે

ઓનલાઇન ભરેલ આવેદનપત્ર ની પ્રિન્ટ કઢાવી ને નીચે ના ડોક્યુમેન્ટ ને સાથે જોડવાના રહશે

  • ઓનલાઇન ફી ભર્યા ની કોપી
  • જાતિ ના પ્રમાણપત્ર ની નકલ
  • વિકલાંગ હોય તો તેનું પ્રમાણપત્ર
  • નોન ક્રિમીલિયર સર્ટિફિકેટ (OBC કેટેગરી હોય તો)

આ પરીક્ષા અંગે શાળા ની કાર્યવાહી

વિદ્યાર્થીઓ ને પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઈન ભરી આપવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળા ની રહશે.

શાળા એ ભરાયેલા તમામ ઓનલાઇન આવેદનપત્રો ઉપર આચાર્ય શ્રી ના સહી સિક્કા કરી જરૂરી ડોક્યુમેન્ટ સાથે તા 03/11/2021 સુધીમાં જિલ્લા શિક્ષણઅધીકારી જમા કરવાના રહશે


आगे शेयर जरूर करना

Leave a Comment